headlines:

Manner Lifestyles ( By: Blog Bye )

Manner Lifestyles( By: Blog Bye )

Manner Lifestyles( By: Blog Bye )

સેક્સ પુરુષ માટે રમત છે, પુરુષ સેક્સ માટે સ્ત્રીની ઈચ્છાની કોઈજ કદર કરતો નથી, પુરુષ માટે સેક્સના સંતોષ ની વાતો એકપક્ષી હોય છે… આવી કેટલીક કુમાન્યતાઓ માત્ર સ્ત્રીઓમાં જ નહીં પરંતુ પુરુષોમાં પણ રહેલી છે. સેક્સને આપણે ત્યાં સંભોગ કહેવામાં આવ્યો છે અને આથી તેના થકી મળતી સંતૃપ્તિ પણ સરખેભાગે વહેંચાવી જોઈએ એ જરૂરી છે અને એક સરવે એ સાબિત કરે છે કે આજનો પુરુષ સેક્સ કરતી વેળાએ સ્ત્રીની સંતૃપ્તિ અંગે પણ ખાસોએવો સિરિયસ છે.

પરંતુ, પુરુષને એક ફરિયાદ છે કે બંનેને સંતોષ મળે તે માટે અમુક ક્રિયાઓ સ્ત્રીઓએ પણ કરવી રહી જે કોઈને કોઈ કારણોસર તે અવોઇડ કરતી હોય છે. અમેરિકાના એક ઓનલાઈન સ્ત્રી મેગેઝિને થોડા સમય અગાઉ કેટલાક પુરુષોને અમુક સવાલ કર્યા જેના પરથી ખ્યાલ આવ્યો કે સેક્સના સંતોષ માટે તે પોતાની શૈયાસંગીની પાસેથી પણ ઘણુંબધું ઈચ્છે છે.

પુરુષ સેક્સના સંતોષ માટે સ્ત્રી પાસેથી આ 10 આશાઓ ધરાવે છે

અમને પણ અમારા વખાણ ગમે છે

જેમ સ્ત્રીને પોતાના વખાણ સાંભળવા ગમે છે તેમ પુરુષને પણ તે ગમતા હોય છે. જો પોતાની પાર્ટનર તેના પુરુષના દેખાવ વિષે, તેના કસરતી કે પછી ઇવન રોલીપોલી શરીર વિષે વખાણ કરે તો પુરુષને ગમતું હોય છે. પોતાનું કસરતી શરીર, મેદસ્વી શરીર, વાળથી ભરેલું કે વાળ વગરનું શરીર પોતાની સાથીદારને ગમશે કે નહીં તેવી શંકા પુરુષને પણ હોય છે, આથી સ્ત્રી જ તેની આ શંકા દૂર કરે તે જરૂરી છે.

આત્મીયતા અમને પણ ગમે છે પણ લિમીટમાં

પુરુષોની એક સામાન્ય આદત છે કે તે સેક્સ માણ્યા બાદ પડખું ફરીને સુઈ જતો હોય છે. આ સમયે સ્ત્રીને એમ લાગતું હોય છે કે તેની જરૂરિયાત પૂરી થઇ ગઈ એટલે એના સાથીદારે તેનો સાથ મૂકી દીધો. મોટાભાગના કિસ્સાઓમાં આ સત્ય હોય છે, પરંતુ સરવેમાં એક રસપ્રદ પરિણામ પણ જોવા મળ્યું કે પુરુષો સેક્સ થકી મળેલા થાકના આનંદને ઘણીવાર એકલો માણવા માંગતો હોય છે. આ આનંદનો પૂરેપૂરો લાભ લીધા બાદ તે ફરીથી એક્ટીવ થાય છે અને પોતાની સાથીદારને આલિંગનમાં લેતો હોય છે. પુરુષને આત્મીયતા નથી ગમતી એવું નથી પરંતુ તેની લિમીટ તેણે બાંધી લીધી છે એ સ્ત્રીએ સમજવું રહ્યું.

અમે સેક્સ નામપૂરતો જ નથી કરતા

જેમ આગળ વાત થઇ એ મુજબ એ કુમાન્યતા કે પુરુષ માટે સેક્સ એ માત્ર બે ઘડીની જરૂરિયાત છે એ આ સરવેમાં ખોટી પડી છે. આ સરવેમાં ભાગ લેનારા પુરુષોએ જણાવ્યું હતું કે તેમના માટે સ્ત્રીના શરીરનો આનંદ માણવો એ સૌથી વધુ મહત્ત્વનું છે. તે એવું ઈચ્છે છે કે સ્ત્રી પણ પોતાની જરૂરિયાત જણાવે અને પછી તે સેક્સના સંતોષ માટે કાર્યરત થશે. જો સ્ત્રી આ અંગે મૂંગી રહેશે તો પુરુષ માટે સેક્સ એ ઔપચારિક ક્રિયા બનીને રહી જશે.

માત્ર એક જ અંગ અમને આનંદ નથી આપતું

એક માન્યતા કે પુરુષની જનનેન્દ્રિય જ તેને આનંદ આપતું અંગ એ સદંતર ખોટી માન્યતા છે. પુરુષના શરીરમાં એવા ઘણા અંગો છે જેની છેડખાની કરવાથી તેને અત્યંત આનંદ મળતો હોય છે અને સ્ત્રી જો સામેચાલીને તેને અંગે પૃચ્છા કરશે અને તેનો અમલ કરશે તો તેનો આ આનંદ બેવડાઈ જશે જે છેવટે સેક્સના સંતોષ માટેનું કારણ બનશે.

તમે તમારી ફેન્ટસી અમને કહો અમે પૂરી કરીશું

સ્ત્રીઓને પણ પુરુષોની જેમજ કેટલીક કલ્પનાઓ હોય છે, પછી તે સેક્સનું સાધન, સ્થળ કે વ્યક્તિ કોઇપણ હોઈ શકે. પુરુષો પણ આ હકિકતને સુપેરે જાણતા હોય છે પરંતુ જો તેમને પોતાની સંગીનીને સેક્સના સંતોષ માટે આ ફેન્ટસીઓ જાણવી હશે તો તે તો તેની સંગીની જ તેને જણાવી શકે. જો સ્ત્રી પોતાના સાથીદાર સાથે ખુલ્લા દિલે પોતાની ફેન્ટસી અંગે ચર્ચા કરશે તો પુરુષ પણ તેને જરૂર પૂર્ણ કરવાના ભરપૂર પ્રયાસ કરશે.

તું વાત કર, મને ગમે છે

બેડમાં મોટેભાગે એવું બનતું હોય છે કે ઈરોટિક વાતો કરવાનો કોન્ટ્રેક્ટ જાણેકે પુરુષે જ લીધો હોય. પણ સરવે અનુસાર પુરુષને પોતાની સ્ત્રી પોતાને ઉત્તેજિત કરે તેવી વાતો કરે તે ખૂબ ગમતું હોય છે, પછી તેમાં એ સ્ત્રીની કલ્પના કે પછી અમુક અપશબ્દો પણ કેમ સામેલ ન હોય? આમ બેડ પર સ્ત્રીઓ પણ બોલકી થાય એ સેક્સના સંતોષ માટે અત્યંત જરૂરી છે.

મને તારી પ્રમાણિકતા ગમે છે નોકરી નહીં

જેમ આગળ ફેન્ટસીની વાત કરી એમ સેક્સ દરમ્યાન પ્રમાણિકતા પણ સેક્સના સંતોષ માટે ખૂબ મહત્ત્વનું સાધન બની જાય છે. સ્ત્રીએ પોતાને સેક્સ દરમ્યાન કયું આસન પસંદ છે કે પછી તેને ઘરના કયા હિસ્સામાં સેક્સ કરવો ગમે છે કે પછી વર્ષના કોઈ ખાસ દિવસે તેને સેક્સ કરવો કેમ ગમે છે આ બધી બાબતો તેણે પ્રમાણિકતાથી તેના સાથીદારને કહેવી જોઈએ નહીં કે પોતે પુરુષની ઈચ્છાપૂર્તિનું સાધન માત્ર બની રહે અને આમ કરવાથી તેનો લખલૂટ ફાયદો તેને જરૂર મળશે

સેક્સ સાથે બીજું તને શું જોઈએ એ પણ જણાવ

જેમ પુરુષોને ઉત્તેજિત કરનારી કેટલીક બાબતો હોય છે એમ સ્ત્રીઓ માટે પણ એવું હોય છે. કોઈ સ્ત્રીને સેક્સમાં પ્રવૃત્ત થતા અગાઉ હળવું સંગીત સાંભળવું ગમતું હોય કે નૃત્ય કરવું ગમતું હોય એવું બને. ઘણી સ્ત્રીઓ એવી પણ છે કે તેને માત્ર intimate love songs સાંભળીને પણ સેક્સની ઈચ્છા થઇ જતી હોય છે. આ બધું તેણે પોતાના પુરુષને કહેવાની પણ જરૂર છે અને એ બાબતની ખાતરી રાખજો કે તેને પ્રેમ કરતો પુરુષ તેના માટે આ વ્યવસ્થા જરૂર કરી આપશે.

તને પોર્ન ફિલ્મ ગમે છે કે નથી ગમતી?

સ્ત્રીઓમાં પોર્ન ફિલ્મો પ્રત્યે સારી એવી સુગ છે એ આપણે જાણીએ છીએ, પરંતુ બધીજ સ્ત્રીઓ માટે આ માન્યતા ખોટી સાબિત થઇ છે. આવામાં પુરુષ બિચારો કન્ફયુઝ થઇ જાય છે કે તે પોતાની સાથીદાર સાથે પોર્ન ફિલ્મ જુવે કે ન જુવે! પોર્ન ફિલ્મનો લાભ ઉત્તેજના થવા પુરતો જ છે પરંતુ તેનાથી તે નકામી છે એવું નથી, પણ આ ઉત્તેજના પામવા માટે શું સ્ત્રી અને પુરુષ બંને તૈયાર છે કે કેમ એ બંનેએ અને ખાસકરીને સ્ત્રીએ ચર્ચા કરવી જરૂરી છે જેથી સેક્સના સંતોષ વચ્ચે કોઈ વિઘ્ન ન આવે.

મારા માટે સેક્સ એ પ્રેમનો જ એક પર્યાય છે એ જાણી લે

પુરુષ માટે ખાવાપીવા અને રોજીંદી પ્રક્રિયાની માફક સેક્સ પણ તેના રૂટીનનો ભાગ હોવાથી એ સેક્સ કરે છે એ માન્યતા પશ્ચિમમાં વર્ષો પહેલા મરી ગઈ છે પરંતુ હજીપણ આપણે ત્યાં આ માન્યતા ઘર છોડવાનું નામ નથી લેતી. પુરુષો ઘણીવાર બોલીને, લખીને કે અન્ય કોઈ રીતે પોતાનો પ્રેમ પોતાની સાથીદારને વ્યક્ત કરી શકતો નથી. આવા સમયે તેના માટે સેક્સ એ પ્યારના ઈઝહારનો એક રસ્તો છે. સ્ત્રીના શરીરના અંગેઅંગને પ્રેમ કરીને તે પોતાની એ ભાવનાને વ્યક્ત કરતો હોવાનું ઉપરોક્ત સરવેમાં મોટાભાગના પુરુષોએ જણાવ્યું હતું. પોતાની પ્રિયેના શરીરને પ્રેમ કરીને અંતેતો એ બંને માટે સેક્સના સંતોષ નું જ કાર્ય કરે છે ને?