headlines:

Manner Lifestyles ( By: Blog Bye )

Manner Lifestyles( By: Blog Bye )

Manner Lifestyles( By: Blog Bye )

2016ની નોટબંધી ના અમુક જ મહિનાઓ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા ડેવલોપ કરવામાં આવેલી ભારત ઇન્ટરફેસ ફોર મની એટલેકે BHIM UPI ટેક્નોલોજીનું ઉદ્ઘાટન કર્યું હતું. નોટબંધીના વિરોધીઓએ એ સમયે આ વિચારને પણ હસી કાઢ્યો હતો, પરંતુ હવે આ જ ટેક્નોલોજી વિશ્વનું માત્ર ધ્યાન જ નથી ખેંચી રહી પરંતુ અઢળક પ્રશંસા પણ પામી રહી છે. Google ના સુંદર પીચાઈ અને Dell ના ચેરમેન અને CEO માઈકલ ડેલ બાદ હવે BHIM UPI ના નવા ફેન થયા છે પ્રખ્યાત અર્થશાસ્ત્રી નોરીયેલ રૂબીની.

નોરીયેલ રૂબીની અમેરિકાના ન્યૂયોર્કમાં સ્થિત છે અને તેમણે હાલમાં જ Twitter પર જણાવ્યું હતું કે Crypto એ સૌથી બેકાર અને ખર્ચાળ payment system છે જ્યારે તેની સામે ભારત, ચીન, કેન્યા અને અમેરિકામાં ઘણીબધી એવી વ્યવસ્થા આવી ગઈ છે જે Payment સરળ અને ફ્રી બનાવે છે. આ જ સંબંધમાં રૂબીનીએ BHIM UPI નું નામ લીધું હતું અને કહ્યું હતું કે આવનારા દિવસોમાં આ ટેક્નોલોજી paymentsનું ભવિષ્ય બની જશે.

નોરીયેલ રૂબીનીએ આનાથી આગળ વધીને કહ્યું હતું કે BHIM UPI એ ડિજીટલ ચૂકવણીઓમાં ખરેખરું Fin Tech revolution લઇ આવ્યું છે.

 

એકરીતે જોવા જઈએ તો આટલા ટૂંકાગાળામાં પોતાની સરળતાને કારણેજ BHIM UPI અત્યંત લોકપ્રિય બની ગયું છે. આ એપ ધરાવનારા વ્યક્તિએ કોઇપણ ઓનલાઈન વોલેટમાં નાણા રાખી મુકવા પડતા નથી અને કોઇપણ ચૂકવણી વખતે તેના બેન્ક ખાતામાંથી સીધેસીધા પૈસા debit થઇ જતા હોય છે. જેમ સામાન્ય માનવીને BHIM UPI સરળ પડે છે તેવીજ રીતે રિટેઈલર્સ માટે પણ તેનો ઉપયોગ સરળ લાગે છે.

માત્ર BHIM UPI જ નહીં પરંતુ ગયા અઠવાડિયે આવેલા સમાચાર અનુસાર બહુ જલ્દીથી ચૂકવણીની બાબતમાં સિસ્ટમ બે દિગ્ગજ ક્રેડિટ કાર્ડ્સ Visa અને Master Card માંથી કોઈ એકને પાછળ છોડીને ભારતનું જ

અમેરિકાની ફિડેલીટી નેશનલ ઇન્ફ્રોર્મેશન સર્વિસે તેના તાજેતરના રિપોર્ટમાં BHIM UPI ને એક અદભુત વિચાર ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે આશા રાખીએ કે ભવિષ્યમાં અમેરિકા પણ external business applications માં આ રીતે સીધાજ payments ની વ્યવસ્થાને મંજુરી આપશે. તો Dell ના માઈકલ ડેલનું કહેવું હતું કે BHIM UPIની મદદથી ભારત બહુ જલ્દીથી cashless society બનવા જઈ રહ્યું છે અને એક ટેક્નોક્રેટ હોવાને નાતે પણ મને ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા આ સાહસમાંથી પ્રેરણા મળે છે.

પરંતુ કાયમની જેમ આપણે ત્યાં ઘર કી મુર્ગી દાલ બરોબર એમ માત્ર વિરોધનો ઝંડો લઈને ફરનારાઓ દેશના કોઈ સાહસને મળતી વૈશ્વિક પ્રશંસાથી ગર્વ અનુભવવાને લીધે તેની ટીકા જ કરે રાખશે. પરંતુ ભારતને જે અગ્રેસર જોવા માંગે છે તેવા લોકોને નોરીયેલ રૂબીની અને માઈકલ ડેલની પ્રશંસાથી દેશના ટેકનોક્રેટ્સ પર ગર્વ જરૂર થતો હશે.